દેશ
‘જે સર્ટિફિકેટ આપે છે, તે જ પાકિસ્તાનમાં ઘુસીને….’, ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરી જયશંકરે ટ્રમ્પને અરીસો બતાવ્યો

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2025 માં તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અને અમેરિકાના પાકિસ્તાન પ્રત્યેના નરમ વલણ પર તીખો કટાક્ષ કર્યો.
S Jaishankar on US Pakistan ties: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના દાવાને ફરી એકવાર સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. તેમણે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની વધતી નિકટતા પર આકરા પ્રહાર કરતા ઓસામા બિન લાદેનના એબોટાબાદમાં છુપાયેલા હોવાની ઘટનાનો ઉલ્લેખ કરીને અમેરિકાના બેવડા વલણ પર સવાલ ઉઠાવ્યો છે.



