ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે નાણાકીય વર્ષ 2030 સુધીમાં રૂ. 1 લાખ કરોડની ગ્રોસ લોન બુક માટેનો રોડમેપ તૈયાર કર્યો
બેંગ્લોર, 08 સપ્ટેમ્બર, 2025: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક (ઉજ્જીવન એસએફબી)એ નાણાકીય વર્ષ 2030 સુધીમાં રૂ. 1 લાખ કરોડની ગ્રોસ લોન બુક (જીએલબી) હાંસલ કરવા માટે વ્યૂહાત્મક રોડમેપ તૈયાર કર્યો છે. તે વર્ષ 2017માં સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે કામગીરી શરૂ કર્યાં બાદ કંપની તેની જબરદસ્ત પ્રગતિ ઉપર આધારિત છે. બેંકનો વિકાસ તેની લાયાબિલિટી ફ્રેન્ચાઇઝીના સ્થિર વિસ્તરણ, એસેટ પ્રોડક્ટ સ્યુટની પહોંચમાં વધારો તેમજ કામગીરીમાં ખર્ચ ઉપર ધ્યાન આપવાથી મજબૂત નફાકારકતા ઉપર આધારિત છે.
વૈવિધ્યસભર લોન પોર્ટફોલિયોઃ ઉજ્જીવને તેના લોન પોર્ટફોલિયોને ધીમે-ધીમે વૈવિધ્યસભર કર્યો છે, જેનાથી સુરક્ષિત ધિરાણ નાણાકીય વર્ષ 2019ના 16 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં 46 ટકા થયો છે. બેંકનું લક્ષ્ય એફોર્ડેબલ હાઉસિંગ, માઇક્રો મોર્ગેજ, એમએસએમઇ ધિરાણ, વ્હિકલ ફાઇનાન્સ, ગોલ્ડ લોન અને એગ્રી લોનમાં વૃદ્ધિથી તેની સુરક્ષિત લોન બુકનો હિસ્સો વધારીને આશરે 65થી70 ટકા કરવાનો છે. આ ઉપરાંત બેંક મીડ કોર્પોરેટ લેન્ડિંગ માટે વધુ પ્રોડક્ટ્સનો ઉમેરો કરીને પ્રોડક્ટ સ્ટુયટમાં વધારો કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. માઇક્રો બેંકિંગ પોર્ટફોલિયોમાં મુખ્યત્વે ગ્રૂપ લોનનો સમાવેશ થાય છે ત્યારે બેંકનો ઉદ્દેશ્ય ઇન્ડિવિડ્યૂઅલ લોન પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાનું છે કારણકે ગ્રાહકો ધીમે-ધીમે ઇન્ડિવિડ્યુઅલ લોન તરફ વળી રહ્યાં છે.
લાયાબિલિટી ફ્રેન્ચાઇઝીઃ ઉજ્જીવને વિશાળ લાયાબિલિટી ફ્રેન્ચાઇઝીની રચના કરી છે તેમજ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર સુધીમાંકુલ રૂ. 38,619 કરોડની કુલ ડિપોઝિટમાં રિટેઇલ ડિપોઝિટ (સીએએસએ અને રિટેઇલ ટર્મ ડિપોઝિટ)નો હિસ્સો 72 ટકા છે. સીએએસએ બેલેન્સ રૂ. 9,381 કરોડ છે, જે ડિપોઝિટનો 24.3 ટકા છે તેમજ નાણાકીય વર્ષ 2030 સુધીમાં કુલ ડિપોઝિટમાં સીએએસએનો હિસ્સો લાંબાગાળે 35 ટકા કરવાનો ઉદ્દેશ્ય છે. આ વૃદ્ધિને સુઆયોજિત વિસ્તરણથી સપોર્ટ મળશે, જે અંતર્ગત બ્રાન્ચ નેટવર્ક 752થી વધારીને અંદાજે 1,150 બ્રાન્ચ કરાશે, ગ્રાહકોના આધારના વિસ્તરણ માટે ક્રોસ-સેલ વધારાશે તેમજ આઇપીઓ-એએસબીએ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન, રેમિટન્સ અને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ સહિતની પ્રોડક્ટ્સ સ્યુટનું વિસ્તરણ કરાશે.
નફાકારકતા અને રિસ્ક પ્રોફાઇલઃ બેંક તેની કામગીરીના વિસ્તરણની સાથે-સાથે તેની ટેક્નોલોજી/ડિજિટલ સ્ટેકના માળખાને સુવ્યવસ્થિત કરવા, કર્મચારીઓની સાચી સંખ્યા નિશ્ચિત કરવા, સંચાલકીય ખર્ચને તર્કસંગત બનાવવા, ઉત્પાદકતા વધારવા તેમજ તેની બ્રાન્ચ અને અન્ય ફિઝિકલ ઇન્ફ્રાસ્ટરક્ચરના સમજદારીપૂર્વક સંચાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનાથી બેંકનો કોસ્ટ ટુ ઇન્કમ રેશિય લગભગ 55 ટકા થઇ જશે. તેને ક્રેડિટ અન્ડરરાઇટિંગ અને કલેક્શન મિકેનિઝમ સાથે જોડવાથી નાણાકીય વર્ષ 2030 સુધીમાં સમજદારીપૂર્વક લીવરેજ દ્વારા આરઓએ 10.8-2.0 ટકા અને આરઓઇ 16-18 ટકા ડિલિવર કરવામાં મદદ મળશે.
કેપિટલ પોઝિશનઃ 22.8 ટકાના સીઆરએઆર અને 21.2 ટકા ઉપર ટિયર 1 સાથે ઉજ્જીવન નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં સરળતાથી કેપિટલાઇઝ રહ્યું છે. ઓછા રિસ્ક વેઇટ સાથે સુરક્ષિત લોન તરફ એસેટ બુકના ઝુકાવથી મૂડી કાર્યક્ષમતામાં વધારો થવાની સાથે-સાથે મૂડી એકત્ર કરવાની તાત્કાલિક જરૂરિયાત વગર લાંબાગાળાની વૃદ્ધિને સપોર્ટ કરવાની તક પણ મળી રહેશે.
બેંકની સફર વિશે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ નૈટિયાલે કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2030 સુધીમાં રૂ. 1 લાખ કરોડની કુલ લોન બુક માટેનો અમારો રોડમેપ સ્મોલ ફાઇનાન્સ બેંક બન્યાં બાદ મજબૂત સ્તંભ ઉપર આધારિત છે. આ સમયગાળામાં અમારી કુલ લોન બુક નાણાકીય વર્ષ 2017ના રૂ. 7,560 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 33,287 કરોડ થઇ છે.
અમારી રણનીતિ અમારું બ્રાન્ચ નેટવર્ક 752થી વધારીને આશરે 1,150 કરવાની છે, જે અંતર્ગત લોન બુકમાં સિક્યોર્ડ હિસ્સો વધારીને 65 ટકાથી 70 ટકા કરવાનો, ડિપોઝિટમાં સીએએસએનો હિસ્સો વધારીને 35 ટકા કરવાનો તથા બ્રાન્ચ ઉત્પાદકતા બમણી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. અમને નાણાકીય વર્ષ 20230 સુધીમાં વાર્ષિક કુલ લોન બુક વૃદ્ધિ 20-25 ટકા વચ્ચે રહેવાની આશા છે તેમજ આરઓઇ 16 ટકાથી 18 ટકા તેમજ આરઓએ 1.8 ટકાથી 2.0 ટકા રહેવાનો અંદાજ છે. 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 97 લાખથી વધુ ગ્રાહકોના વૈવિધ્યસભર અને વિકસતા ગ્રાહકોના મજબૂત આધાર સાથે અમે આ પ્રાથમિકતાઓ ડિલિવર કરવા માટે આદર્શ સ્થિતિમાં છીએ તથા વિકસતા ભારતના વિશાળ, મહાત્વાકાંક્ષી અને સમૃદ્ધ વર્ગ ઉપર અમે ધ્યાન આપતા રહીશું.”



