Breaking newsનવો. I p o
Trending

ગ્લોટિસ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે

• બિડ્સ લઘુતમ 114 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 114 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે

નેશનલ, 24 સપ્ટેમ્બર, 2025 – ગ્લોટિસ લિમિટેડ (the “Company”) પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ (“Offer”) સોમવાર, 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ખોલવા માટેની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 26 સપ્ટેમ્બર, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 1 ઓક્ટોબર, 2025 છે.

પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 120થી રૂ. 129નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે. પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના લઘુતમ 114 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 114 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ્સ કરી શકાય છે.

આઈપીઓમાં રૂ. 160 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,13,95,640 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. તેમાં રામકુમાર સેન્થીલ્વેલ અને કુટ્ટપ્પન મનિકંદન દ્વારા વ્યક્તિગતપણે 56,97,820 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (સંયુક્તપણે “Promoter Selling Shareholders).

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1) ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (2)ના સંદર્ભે ઓફરના મહત્તમ 30 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે (“Anchor Investor Portion”) જે પૈકી કમસે કમ એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઉમેરવામાં આવશે (“Net QIB Portion”). આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત, નેટ ઓફરના લઘુતમ 30 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (“Non-Institutional Bidders (“NIBs”) ને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયન અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને (બી) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકી ગમે તેમાં અનસબ્સ્ક્રાઇબ થયેલો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીઝમાં રહેલા અરજીકર્તાઓને ફાળવવામાં આવી શકે છે, એ શરતે કે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
આ ઉપરાંત નેટ ઓફરનો લઘુતમ 40 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તેમના સંબંધિત બેંક ખાતા (યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતા યુપીઆઈ બિડર્સ માટે યુપીઆઈ આઈડી સહિત) (અહીં જણાવ્યા મુજબ) ની વિગતો આપીને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે જેમાં સંબંધિત બિડની રકમ જેટલી રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા બ્લોક કરવાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.

કંપનીના ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE”) (BSE and NSE together, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની યોજના છે.

પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર (“BRLM”) છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!