મુનિશ ફોર્જ લિમિટેડનો આઈપીઓ 30 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે
ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના 77,00,400 ઇક્વિટી શેર સુધી ● ફ્રેશ ઇશ્યુ - 63,56,400 ઇક્વિટી શેર સુધી ● ઓફર ફોર સેલ - 13,44,000 ઇક્વિટી શેર સુધી ● આઈપીઓ સાઇઝ - ₹73.92 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) ● પ્રાઇઝ બેન્ડ - ₹91 - ₹96 પ્રતિ શેર ● લોટ સાઇઝ - 1,200 ઇક્વિટી શેર

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2025 – મુનિશ ફોર્જ ફોર્જિંગ અને કાસ્ટિંગના મેન્યુફેક્ચરિંગ કાર્યમાં રોકાયેલ કંપની છે, તેણે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનું લક્ષ્ય એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે ₹73.92 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય અને પ્રતિ શેર ₹ 91 – ₹ 96ની પ્રાઇઝ બેન્ડ સાથે 77,00,400 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
• ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 36,56,400.00થી વધુ ઇક્વિટી શેર નહીં
• નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 10,98,000.00થી ઓછા ઇક્વિટી શેર નહીં
• ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 25,60,800.00થી ઓછા ઇક્વિટી શેર નહીં
• માર્કેટ મેકર – 3,85,200.00 ઇક્વિટી શેર સુધી
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ ક્ષમતા વૃદ્ધિ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા, ચોક્કસ ઉધાર ચૂકવવા/પૂર્વ ચુકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે મૂડી ખર્ચને ભંડોળ પૂરૂં પાડવા માટે કરવામાં આવશે. એન્કર પોર્શન સોમવાર, 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે અને ઇશ્યુ શુક્રવાર, 03 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે.
આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ છે, અને રજિસ્ટ્રાર સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.
મુનિશ ફોર્જ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દવિંદર ભસીને જણાવ્યું, “છેલ્લા ચાર દાયકામાં, મુનિશ ફોર્જ લિમિટેડે પ્રિસિઝન એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગમાં પોતાની ઉપસ્થિતિ બનાવી છે, ડિફેન્સ, ઓઇલ & ગેસ, ઓટોમોબાઈલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટર્સમાં સેવા પૂરી પાડી છે. કંપની ફોર્જ્ડ અને કાસ્ટ કમ્પોનન્ટ્સ પૂરા પાડવા, તેના ગ્રાહકો સાથે સંબંધો જાળવવા તેમજ તેની ટેકનોલોજી અને પ્રક્રિયાઓને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ આઈપીઓ કંપની માટે એક મહત્વપૂર્ણ પગલું છે, અને એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કરવામાં આવશે. કંપની તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખશે તેમજ તેના ગ્રાહકો અને હિસ્સેદારોની જરૂરિયાતોને પૂર્ણ કરશે.”
ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડના ડિરેક્ટર શ્રી આલોક હરલાલકાએ જણાવ્યું, “અમને મુનિશ ફોર્જ લિમિટેડની આઈપીઓ સફરમાં તેની સાથે ભાગીદારી કરવાને લઇને આનંદ થઈ રહ્યો છે. ડિફેન્સ, ઓઇલ & ગેસ, ઓટોમોટિવ, રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વપૂર્ણ સેક્ટર્સ માટે ફોર્જિંગ અને કાસ્ટિંગના મેન્યુફેક્ચરિંગમાં સિદ્ધ ટ્રેક રેકોર્ડ સાથે, કંપની વૃદ્ધિના આગામી તબક્કા માટે સારી સ્થિતિમાં છે. આ આઈપીઓ કંપનીને એડવાન્સ્ડ મશીનરી અને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા, દેવું ઘટાડવા અને કાર્યકારી મૂડી આધારને મજબૂત બનાવવા સક્ષમ બનાવશે. આ પગલાં ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે, કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરશે અને ભારતમાં અને વૈશ્વિક સ્તરે નવા બજારોમાં વિસ્તરણને ટેકો આપશે. અમારૂં માનવું છે કે આ ભંડોળ એકત્ર કરવાથી કંપનીને વધુ વિકાસ કરવામાં અને લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવામાં મદદ મળશે.”




