રેનોએ લોન્ચ કરી નવી કાઇગરઃ rethink performance નું સાહસિક પરિવર્તન
નવી કાઇગર 35થી વધુ સુધારા ધરાવે છે, તાજગીસભર એક્સટિરિયર અને ઇન્ટિરિયર ડિઝાઇન, આધુનિક ટેક્નોલોજીકલ સુધારા અને વધુ સારા સેફ્ટી ફીચર્સ રજૂ કરે છે
Mumbai, 03rd Sept, 2025 – ફ્રેન્ચ કારમેકર રેનો ગ્રુપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેનો ઈન્ડિયાએ આજે rethink performance ફિલોસોફી હેઠળ વિકસાવાયેલી નવી કાઇગરના લોન્ચની જાહેરાત કરી હતી. રિફાઇન્ડ 100 પીએસ ટર્બોચાર્જ્ડ એન્જિન અને 35થી વધુ સુધારા દ્વારા સશક્ત બનાવાયેલી આ સબ-ફોર મીટર એસયુવી પર્ફોર્મન્સ, વર્ગ-અગ્રણી ઇંધણ કાર્યક્ષમતા અને અદ્વિતીય મૂલ્યનું આકર્ષક મિશ્રણ રજૂ કરે છે.
નવી કાઇગર વધુ બોલ્ડ ડિઝાઇન, વધુ સ્માર્ટ ટેક્નોલોજી અને વધુ સારા સેફ્ટી ઇન્ટિગ્રેશન સાથે શક્તિશાળી પર્ફોર્મન્સ આપે તે પ્રકારે નવેસરથી તૈયાર કરાઈ છે અને તે કાળજીપૂર્વક તૈયાર કરાયેલી ટ્રીમ્સ રેન્જમાં ઉપલબ્ધ છે. ફુલ્લી લોડેડ ટર્બો કાઇગર વેરિઅન્ટ્સ – ટેક્નો અને ઇમોશનની કિંમત અનુક્રમે રૂ. INR 9.99 Lakhs અને રૂ. INR 11.29 Lakhs લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. દરમિયાન, વધુ એક્સેસિબલ નેચરલી એસ્પાઇરેટેડ એન્જિન વેરિઅન્ટ્સ અનુક્રમે રૂ. INR 6.29 Lakhs લાખ અને રૂ. INR 9.14 Lakhs લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે.
આ પ્રસંગે રેનો ઈન્ડિયાના એમડી અને સીઈઓ વેંકટરામ મમિલ્લાપલ્લેએ જણાવ્યું હતું કે અમે સૌથી ઝડપથી વિકસી રહેલા સેગમેન્ટમાં નવી કાઇગર લોન્ચ કરતા ખૂબ જ રોમાંચિત છીએ. આ સેગમેન્ટ એસયુવીના વેચાણમાં 50 ટકા અને દેશમાં ટીઆઈવીમાં 31 ટકાનું યોગદાન આપે છે. કાઇગર તેના સેગમેન્ટમાં અનોખી પ્રોડક્ટ રહી છે અને આ લેટેસ્ટ પ્રગતિ સાથે અમે ભારતીય ગ્રાહકો માટે એક્સપ્રેસિવ ડિઝાઇન, ઇન્ટેલિજન્ટ એન્જિનિયરિંગ અને રિયલ-વર્લ્ડ પર્ફોર્મન્સ પૂરું પાડવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. રેનોની ભારત કેન્દ્રિત પરિવર્તન સફર renault. rethink. માં આ એક મહત્વની ક્ષણ છે.
હ્યુમન-સેન્ટ્રિક ડિઝાઇન દ્વારા સંચાલિત બ્રાન્ડ રેનો ઇમોટિવ પિલ્લર “Express”માં મૂળ ધરાવતી નવી કાઇગર રજૂ કરે છે. તેમાં રેનોની નવી બ્રાન્ડ ઓળખ સાથે બોલ્ડ ફ્રન્ટ ફેસિયા, સ્ક્વેર-ઓફ સ્ટાન્સ, અને એક્સટેન્ડેડ ચિન અને રિઅર સ્કીડ ગ્રાફિક્સ છે જે તેની એસયુવી અપીલને મજબૂત બનાવે છે.
આ લોન્ચ એક્સક્લુઝિવ નવો કલર Oasis Yellow પણ લોન્ચ કરે છે, સ્પેશિયલ માઇકા ટ્રીટમેન્ટ સાથેનો એક વાઇબ્રન્ટ શેડ જે તેની વિઝ્યુઅલ ઇમ્પેક્ટ અને ભાવનાત્મક પડઘાને વધારે છે. રિફ્લેક્ટિવ બ્લેક ગ્રીલ, મેટાલિક ગ્રે સ્કીડ પ્લેટ, સ્પોર્ટી એલોય વ્હીલ્સ, ડ્યુઅલ-ટોન રૂફ અને અનોખા ગ્રાફિક એલિમેન્ટ્સ સાથે નવી કાઇગર આત્મવિશ્વાસ અને ગતિશીલ હાજરી પૂરી પાડે છે.
ખાસ તૈયાર કરેલો ટર્બો બેજ તેની ‘rethink performance’ પોઝિશનિંગને રજૂ કરે છે જે ડ્રાઇવિંગના ઉચ્ચ ડાયનેમિક્સ થકી સ્વ-અભિવ્યક્તિને સશક્ત બનાવવાની વ્હીકલની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ કાર સાત આકર્ષક કલર પેલેટ્સમાં ઉપલબ્ધ છે જેમાં બે નવા ઉમેરા સમાવિષ્ટ છે – Oasis Yellow અને Shadow Grey તથા વર્તમાન વિકલ્પોઃ Radiant Red, Caspian Blue, Ice Cool White, Moonlight Silver, and Stealth Black
નવી કાઇગર મૂળ કાઇગરના મજબૂત વારસા પર બનેલી છે, જે સબ-4મીટર એસયુવી સેગમેન્ટમાં અનોખું પર્ફોર્મન્સ પેકેજ ઓફર કરતી હતી. આ કાર અનન્ય રીતે ડિઝાઇન કરાયેલ એન્જિન કમ્પાર્ટમેન્ટની તેની એન્જિનિયરિંગ તેજસ્વીતા જાળવી રાખે છે જે સેગમેન્ટમાં શ્રેષ્ઠ રિઅર નીરૂમ, ઇન્ટિરિયર સ્ટોરેજ સ્પેસ, ફ્રન્ટ કપલ ડિસ્ટન્સ અને વર્ગ-અગ્રણી બૂટ સ્પેસ સાથે ખાસ્સી જગ્યા ધરાવતા કેબિન લેઆઉટને સક્ષમ બનાવે છે. આ કાર ત્રણ અલગ-અલગ ડ્રાઇવિંગ મોડ્સ પણ પ્રદાન કરે છે – Eco, Normal અને Sport – જે વિવિધ ડ્રાઇવિંગ મુજબની જરૂરિયાતો અને ગ્રાહક પસંદગીઓને અનુરૂપ બનાવવા માટે રચાયેલ છે.
રેનો કાઇગરે તેની સુંદર ડિઝાઇન, મોર્ડન ડિટેલ્સ, અને હળવા વજનના CMFA+ પ્લેટફોર્મ સાથે બોલ્ડ વલણ સાથે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં અપેક્ષાઓને આકાર આપ્યો છે. નવી કાઇગર ખૂબ જ ચપળ અને પ્રતિભાવશીલ છે, જે ગ્રાહકોને શહેરના રસ્તા અને હાઇવે પર રોજિંદા ડ્રાઇવિંગની સરળતા સાથે SUV DNA નો વિશ્વાસ આપે છે જે સંપૂર્ણ પ્રદર્શન માટે જરૂરી બધી જ ખાસિયતો ધરાવે છે એમ રેનો ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રાન્સિસ્કો હિડાલ્ગોએ જણાવ્યું હતું.
પર્ફોર્મન્સમાં ઓલ રાઉન્ડર
નવી કાઇગરને ભારતની વિવિધ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓને અનુરૂપ, અજોડ મૂલ્ય સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ પૂરું પાડે તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે. તેના મૂળમાં એક ઉત્સાહી ટર્બોચાર્જ્ડ એન્જિન છે જે 100 PSની મહત્તમ શક્તિ અને 160 Nm સુધી ટોર્ક ઉત્પન્ન કરે છે, જ્યારે 20.38 કિમી પ્રતિ લિટર (ARAI મુજબ) ની પ્રભાવશાળી ઇંધણ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. વધુ સુલભ પસંદગી ઇચ્છતા ગ્રાહકો માટે નવી કાઇગર એક રિફાઇન્ડ નેચરલી એસ્પિરેટેડ એન્જિન સાથે પણ ઉપલબ્ધ છે, જે 72 PS ની મહત્તમ શક્તિ અને 96 Nm સુધી ટોર્ક પ્રદાન કરે છે, સાથે સાથે 19.83 કિમી પ્રતિ લિટર (ARAI મુજબ) ની ઇંધણ કાર્યક્ષમતા પણ પ્રદાન કરે છે.
વધુમાં, રેનો ઈન્ડિયાએ રેસિંગ કારમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી મિરર બોર કોટિંગ ટેકનોલોજી દ્વારા કાઇગરની ડ્રાઇવિંગ ગતિશીલતામાં સુધારો કર્યો છે, જે એન્જિન સિલિન્ડરની અંદર ઘર્ષણ ઘટાડે છે અને આ રીતે ફ્યુઅલ ઇકોનોમીમાં સુધારો કરે છે, વધુ શક્તિ પ્રદાન કરે છે અને એન્જિનનું ટકાઉપણું સુધારે છે. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં શ્રેષ્ઠ ટોર્ક-ટુ-વેઇટ રેશિયો પ્રદાન કરે છે, જે ઝડપી એક્સીલરેશનને સક્ષમ બનાવે છે.
નવી કાઇગર દરેક ડ્રાઇવિંગ શૈલીને અનુરૂપ વર્સેટાઇલ ટ્રાન્સમિશન વિકલ્પોની શ્રેણી પ્રદાન કરે છે – નિયંત્રણ પસંદ કરનારાઓ માટે સ્ટાન્ડર્ડ 5-સ્પીડ મેન્યુઅલ, સરળ શહેરી મુસાફરી માટે અનુકૂળ Easy-R AMT અને સરળ તથા રિફાઇન્ડ પર્ફોર્મન્સ માટે અદ્યતન X-Tronic CVT. CVT ને જે અલગ પાડે છે તે તેની વિશિષ્ટ D- Step ટેકનોલોજી છે, જે એન્જિનની સ્પીડમાં સ્ટેપ-જેવા ફેરફારો રજૂ કરીને લાક્ષણિક ‘રબર-બેન્ડ અસર’ને દૂર કરે છે. આ ન કેવળ રિસ્પોન્સિવનેસમાં વધારો કરે છે અને મજબૂત એક્સીલરેશન દરમિયાન ગિયર શિફ્ટની કુદરતી સંવેદના પ્રદાન કરે છે પણ ડ્રાઇવ અનુભવમાં પણ વધારો કરે છે.
પ્રીમિયમ કમ્ફર્ટ અને સુપિરિયર ટેક્નોલોજી
નવી કાઇગર આરામદાયક ડ્રાઇવિંગ અનુભવને પ્રાથમિકતા આપે છે જેમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને લાઇટ લેધર સીટ અપહોલ્સ્ટરીનો સમાવેશ થાય છે. રિફાઇન્ડ કેબિનમાં રિઅર એસી વેન્ટ્સ, વધુ સારો એરફ્લો જે કેબિનને ઠંડી રાખે છે અને મુસાફરોના આરામ માટે રાઇડની શાંતિમાં સુધારો કરે છે.
આ કોમ્પેક્ટ એસયુવીમાં હવે મલ્ટી-વ્યૂ કેમેરા સિસ્ટમ છે, જે ડ્રાઇવરને વિવિધ એંગલથી સ્પષ્ટ, રીઅલ-ટાઇમ વિઝિબિલિટી સાથે સરળ રીતે કાર ચલાવવાની સુવિધા આપે છે. ભારતના સાંકડા શહેરી વિસ્તારો અને પડકારજનક પાર્કિંગ પરિસ્થિતિઓ માટે યોગ્ય હોવાથી તેના દ્વારા ડ્રાઇવર સરળતાથી વ્યૂ બદલી શકે છે, જે દરેક રાઇડને સુરક્ષિત અને વધુ અનુકૂળ બનાવે છે. ઓટોમેટિક હેડલેમ્પ્સ અને રેઈન-સેન્સિંગ વાઇપર્સ જેવી વધારાની સુવિધાઓ તણાવમુક્ત ડ્રાઇવિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે.
20.32 સેમી ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સ્માર્ટફોન સાથે સરળ રીતે સંકલિત થતી નવી કાઇગર 6 સ્પીકર્સ સાથે 3D ARKAMYS®️ સરાઉન્ડ સાઉન્ડ ધરાવે છે જે એક ઇમર્સિવ ઓડિયો અનુભવ પ્રદાન કરે છે. કૂલ્ડ ગ્લોવ બોક્સ, મલ્ટીપલ યુએસબી ચાર્જિંગ પોઈન્ટ્સ અને ‘Belongings Take Away’ એલર્ટ સહિત વધારાના પ્રેક્ટિકલ ટચીસ દૈનિક ઉપયોગને વધુ સ્માર્ટ અને વધુ અનુકૂળ બનાવે છે.
સુરક્ષા સૌપ્રથમ – એડવાન્સ્ડ પ્રોટેક્શન સ્ટાન્ડર્ડ તરીકે
રેનોના હ્યુમન ફર્સ્ટ પ્રોગ્રામ દ્વારા પ્રદર્શિત કરાયેલા ડીએનએમાં સલામતી કેન્દ્રસ્થાને રહે છે અને નવી કાઇગર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં ઓક્યુપન્ટ પ્રોટેક્શનને એક નવા સ્ટાન્ડર્ડ સુધી ઉન્નત કરે છે. તે હવે ફ્રન્ટ, સાઇડ અને કર્ટેન એરબેગ્સ સહિત 6 એરબેગ્સ ઓફર કરે છે, જે તમામ વેરિઅન્ટ્સમાં કુલ 21 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સનો ભાગ છે. આમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS), હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HSA), દરેક સીટ માટે 3-પોઇન્ટ સીટ બેલ્ટ અને ISOFIX ચાઇલ્ડ સીટ એન્કરેજનો સમાવેશ થાય છે. મજબૂત CMFA+ પ્લેટફોર્મ પર બનેલી કાઇગરનું બોડી સ્ટ્રક્ચર શ્રેષ્ઠ ઇમ્પેક્ટ પ્રોટેક્શન માટે એન્જિનિયર્ડ છે. ટાયર પ્રેશર મોનિટરિંગ અને રાહદારીઓની સુરક્ષા જેવી સુવિધાઓ ઉચ્ચ સ્તરની સલામતી ઉમેરે છે, જે ડ્રાઇવરો અને મુસાફરો બંને માટે માનસિક શાંતિ સુનિશ્ચિત કરે છે.
આ ‘વ્યાપક પાવરટ્રેન લાઇનઅપ’ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો ભલે ઉત્સાહપૂર્ણ હાઇવે ડ્રાઇવ ઇચ્છતા હોય કે પછી પ્રેક્ટિકલી શહેરમાં ફરવા ઇચ્છતા હોય, આ એવી કાઇગર છે જે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. નેક્સ્ટ-જનરેશન કાઇગર મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં રેટ્રોફિટેડ સીએનજી સાથે ઉપલબ્ધ છે ત્યારે બંને એન્જિન E20 ફ્યુઅલ-રેડી છે જે ટકાઉ મોબિલિટી પ્રત્યે રેનોની પ્રતિબદ્ધતાને દર્શાવે કરે છે.
એનેક્શ્ચરઃ
કાઇગર ટર્બોની કિંમતો – આખા ભારતમાં એક જ કિંમત
Ex-Showroom (INR) Techno Emotion
Turbo manual – 9,99,995
Turbo X-Tronic CVT 9,99,995 11,29,995
કાઇગર એનર્જીની કિંમતો – આખા ભારતમાં એક જ કિંમત
Ex-Showroom (INR) Authentic Evolution Techno Emotion
Energy Manual 6,29,995 7,09,995 8,19,995 9,14,995
Energy Easy-R AMT – 7,59,995 8,69,995 –
રેનો કાઇગરના યુએસપી ફીચર્સ (પાવર, પર્ફોર્મન્સ, એન્જિન)
• સેગમેન્ટમાં શ્રેષ્ઠ ટોર્ક-ટુ-વેઇટ રેશિયો સાથે 100 PS ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન
• સેગમેન્ટમાં શ્રેષ્ઠ 0-100 કિમી/કલાક (ટર્બો વેરિઅન્ટ્સ)
• મિરર બોર કોટિંગ ટેકનોલોજી
• D-Step ટેકનોલોજી સાથે X-Tronic CVT
• સેગમેન્ટમાં અગ્રણી 205 મિમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ
• 405 લિટર બૂટ સ્પેસ અને સેગમેન્ટમાં શ્રેષ્ઠ 29 લિટર કેબિન સ્ટોરેજ ક્ષમતા
• સેગમેન્ટમાં શ્રેષ્ઠ 222 મિમી રિઅર ની રૂમ અને 710 મિમી ફ્રન્ટ કપલ ડિસ્ટન્સ
• 50 કિલો લોડ ક્ષમતા સાથે ફંક્શનલ રૂફ બાર્સ
નવા એક્સટિરિયર ફીચર્સ
• નવા લોગો સાથે ફરીથી ડિઝાઇન કરાયેલ ફ્રન્ટ ગ્રિલ અને સ્કલ્પ્ટેડ હૂડ
• નવી સ્કિડ પ્લેટ્સ સાથે નવા ફ્રન્ટ અને રિઅર બમ્પર
• રિફ્રેશ્ડ એલઈડી હેડલેમ્પ અને ટેલ લેમ્પ ડિઝાઇન
• નવા એલઈડી ફોગ લેમ્પ્સ
• નવા સાઇડ ડોર ડેકલ્સ અને સી-પિલર ડેકલ્સ
• TURBO ઇન્સ્ક્રીપ્શન સાથે વિશિષ્ટ સાઇડ સ્કટલ્સ સાથે ટર્બો વેરિઅન્ટ્સ
• 40.64 સેમી ડાયમંડ-કટ ઇવેઝન એલોય વ્હીલ્સ
• નવા Oasis Yellow અને Shadow Grey રંગ વિકલ્પો
• મિસ્ટ્રી બ્લેક ORVMs અને ડોર હેન્ડલ્સ
નવા ઇન્ટિરિયર ફીચર્સ
• લાઇટ લેધર સીટ્સ સાથે નવી વેન્ટિલેટેડ
• નવું ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ અને ડોર ટ્રીમ્સ
• ગિયર નોબ્સ, સ્ટીયરિંગ અને આર્મરેસ્ટ પર સુધારેલ સ્ટીચ પેટર્ન
• શાંત કેબિન માટે સુધારેલ નોઇઝ ઇન્સ્યુલેશન મટિરિયલ (હૂડ, ફ્લોર, ડેશ)
• સુધારેલ ઠંડક કાર્યક્ષમતા
• કપ હોલ્ડર્સ સાથે રીઅર સેન્ટર આર્મરેસ્ટ અને સ્ટાન્ડર્ડ તરીકે 60/40 સ્પ્લિટ ફોલ્ડિંગ રીઅર સીટ
નવા ટેક અને સેફ્ટી ફીચર્સ
• મલ્ટી-વ્યૂ કેમેરા જે વિવિધ રીઅલ-ટાઇમ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે
• ઓટોમેટિક હેડલેમ્પ્સ અને રેઈન-સેન્સિંગ વાઇપર્સ
• સાઇડ અને કર્ટેન એરબેગ્સ સહિત 6 એરબેગ્સ – 21 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સમાં સમાવિષ્ટ
• ટોચના વેરિઅન્ટમાં 21 સ્ટાન્ડર્ડ સેફ્ટી અને વધુમાં ટેક-એ-બ્રેક રિમાઇન્ડર
• ISOFIX ચાઇલ્ડ સીટ એન્કરેજ અને બધી સીટો માટે 3-પોઇન્ટ સીટબેલ્ટ સ્ટાન્ડર્ડ તરીકે
• Belongings Take Away એલર્ટ ફીચર