Uncategorized
Trending

વિશ્વના સૌથી મોટા ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ દ્વારા દેશભરમાં 151 કરોડ વૃક્ષારોપણ અને સંવર્ધનનો વિશ્વવિસ્તૃત અભિયાનની જાહેરાત; મહારાષ્ટ્રમાં પ્રારંભિક 3 કરોડ વૃક્ષોનું વાવેતર 5,000 વૃદ્ધોને આશ્રય આપવા માટે રૂ. 400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ સંકુલ બનાવવાની યોજના

~ મહારાષ્ટ્ર અને દેશના અન્ય તમામ ભાગોમાંથી વંચિત, નિઃસંતાન, ગરીબ અને બીમાર વૃદ્ધોને સંપૂર્ણ નિઃશુલ્ક સેવા ~ ~ કાર્યક્રમને સમર્થન આપવા પૂજ્ય મોરારી બાપુની રામકથા 22 થી 30 નવેમ્બર દરમિયાન ઘાટકોપરમાં ~

મુંબઈ, 20 નવેમ્બર, 2025: વૃદ્ધ સેવા અને પર્યાવરણ કેન્દ્રિત સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા રાજકોટ સ્થિત વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમે સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવા અને સંવર્ધન કરવાની વિશાળ પહેલની જાહેરાત કરી છે. સાથે જ રાજકોટ–જામનગર રોડ પર રામપર ખાતે સાત 11-માળની ઇમારતોના નિર્માણ સાથે રૂ. 400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ બનાવવા જાહેરાત કરી છે.

સદભાવના વૃદ્ધાશ્રમના સ્થાપક અને ‘ગ્રીન મેન’ અથવા ‘વન પંડિત’ તરીકે જાણીતા શ્રી વિજયભાઈ ડોબારિયા અને સલાહકાર શ્રી મિતલ ખેતાણી સહિતના સભ્યો દ્વારા આજે મુંબઈ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં આ બે મહત્ત્વાકાંક્ષી પહેલોની જાહેરાત કરવામાં આવી. આ અવસર પર શ્રી હસુભાઈ નાગરેચા, શ્રીમતી ઉર્મીબેન રાદિયા, શ્રી ધીરેન્દ્ર કાનાબાર, શ્રી ગોવિંદ ભાનુશાળી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. સદભાવના વૃદ્ધાશ્રમે નવા વૃદ્ધાશ્રમના વિસ્તરણ માટે રૂ. 108 કરોડનું ઉદાર દાન આપનાર હસુભાઈ નાગરેચા અને ઉર્મીબેન રાદિયા (લંડન) ના પરિવરને સન્માનિત કર્યા.

આ બંને વિશાળ પહેલોમાં વૃદ્ધાશ્રમની પર્યાવરણ સેવાની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં આવશે, જેમાં 151 કરોડ વૃક્ષારોપણ કરવાની યોજના છે, જેમાંથી માત્ર મહારાષ્ટ્રમાં પ્રારંભિક 3 કરોડ વૃક્ષો વાવવામાં આવશે. વૃદ્ધાશ્રમના નવા વિસ્તરણ પછી સમગ્ર ભારતમાંથી નિરાધાર, વિકલાંગ, નિઃસંતાન, અવગણના પામેલા અને ત્યજી દેવામાં આવેલા વૃદ્ધોને આધુનિક સુવિધાઓ સાથે સંપૂર્ણ નિઃશુલ્ક આવાસ અને આરોગ્ય સેવા મળશે. 1,400 રૂમ અને આધુનિક પૂર્વાધાર સાથે 5,000થી વધુ બિસ્તરગ્રસ્ત અને નિરાધાર વૃદ્ધોની આયુષ્યભર સેવા માટે આ વિશ્વની સૌથી મોટી ક્ષમતા ધરાવતું વૃદ્ધાશ્રમ ગણાય છે.

નવા વૃદ્ધાશ્રમ સંકુલના નિર્માણ માટે લંડનસ્થિત વિનુભાઈ બાચુભાઈ નાગરેચા (હસુભાઈ નાગરેચા અને ઉર્મીબેન રાદિયા) ના પરિવારે રૂ. 108 કરોડનું ઉદાર દાન આપ્યું છે.

સદભાવના વૃદ્ધાશ્રમના પ્રયાસોને સમર્થન આપવા અને સમગ્ર દેશમાં હરિયાળો મંત્ર ફેલાવવા પૂજ્ય સંત મોરારી બાપુની ‘માનસ વંદે માતરમ’ રામકથા આચાર્ય अत्रे મેદાન, ઘાટકોપર ખાતે શનિવાર, 22 નવેમ્બર થી રવિવાર, 30 નવેમ્બર સુધી રોજ સવારે 10 વાગ્યાથી યોજાશે. આ પવિત્ર કાર્યક્રમના મનોરથી – મુખ્ય યજમાન – મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય શ્રી પરાગભાઈ કિશોરભાઈ શાહ અને તેમનો પરિવાર રહેશે.

આ કાર્યક્રમોની જાહેરાત કરતાંg શ્રી વિજય ડોબારિયાએ જણાવ્યું:
“છેલ્લા દસ વર્ષમાં અમે 1.10 કરોડ વૃક્ષો વાવ્યાં અને સાચવ્યાં છે; જેમાં 40 લાખ રક્ષિત વૃક્ષો અને 70 લાખ Miyawaki ટેકનિકથી ઉગાડવામાં આવેલા વનોનો સમાવેશ થાય છે. હવે અમે સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષોને વાવી અને પોષણ કરવાનો સંકલ્પ લીધો છે. તેમજ વૃદ્ધોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં લઇને રાજકોટમાં સાત 11-માળની ઇમારતો વડે નવા વૃદ્ધાશ્રમ સંકુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.”

15 એકર વિસ્તારમાં ફેલાયેલું આ આધુનિક વૃદ્ધાશ્રમ મંદીર, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી, એક્સર્સાઇઝ એરિયા, યોગા હોલ, મેડિકલ સેન્ટર, બગીચા અને કોમ્યુનિટી હોલ જેવી તમામ સુવિધાઓ સમાવેશ સાથે સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવશે.

વૃક્ષારોપણ અંગે શ્રી ડોબારિયાએ વધુમાં ઉમેર્યું,
“અમારો સંકલ્પ છે કે ગુજરાતમાં 15 કરોડ અને સમગ્ર ભારતમાં 151 કરોડથી વધુ વૃક્ષો વાવવાના અને તેની સંભાળ રાખવાની. આવનારા સમયમાં સરકાર, સંસ્થાઓ, દાતાઓ, સ્વયંસેવકો અને કંપનીઓના સહકારથી ગુજરાતમાં 150 Miyawaki વનો વિકસાવવામાં આવશે.”

આ અનોખી પહેલ અંગે સલાહકાર શ્રી મિતલ ખેતાણીએ જણાવ્યું:
“વૃક્ષ વાવવું સહેલું છે, પરંતુ તેની સંભાળ રાખવી મુશ્કેલ છે. અમારી સંસ્થા વાવેલા દરેક વૃક્ષનો સંપૂર્ણ જવાબ લે છે અને તેની યોગ્ય રક્ષા અને પાણી આપવાની વ્યવસ્થા કરે છે. સાથે જ નિઃસંતાન, વિકલાંગ, બિસ્તરગ્રસ્ત અને ત્યજી દેવામાં આવેલા વૃદ્ધોને આધુનિક, સન્માનપૂર્ણ અને નિઃશુલ્ક આશ્રય ઉપલબ્ધ કરાવશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!