Uncategorized
Trending

સિદ્ધવડમાં ઉપધાન 385 માળારોપણ પ્રસંગે છ હજારની જનમેદની, મૌન ચાતુર્માસને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એન્ટ્રી મળી

અમારા પ્રતિનિધિ તરફથી
પાલિતાણા, સિદ્ધવડ, તા. 21 : શત્રુંજય મહાતીર્થની તળેટીમા આવેલી પાવનભૂમિ સિદ્ધવડ ખાતે શુક્રવારે ઉપધાન મોક્ષ-માળારોપણનો પ્રસંગ ધાર્મિક આસ્થા સાથે ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ભવ્યતા સાથે ઉજવાયો હતો.

વિધિવત્ પ્રારંભાયેલી ૩૮૫ મોક્ષ મહામાળા આરોહણ પ્રસંગે છ હજારથી વધુ શ્રાવક–શ્રાવિકાઓની ઉપસ્થિત હતી. તેમણે આ ઐતિહાસિક અવસર સંપૂર્ણ શિસ્તથી માણ્યો હતો.

આ દર્શનીય પ્રસંગે ઉપધાન તપનું નિયમાનુરૂપ પારાયણ, પૂર્ણાહુતિ કાર્યક્રમો, અને ધાર્મિક આરાધનાઓ સાથે મૌન-સાધનાનો ઉત્તમ ગુણોત્સવ યોજાયો હતો.

આ અવસરે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા યજમાન ચંદન પરિવારના શ્રી પંકજભાઈ કે. શાહનું ચાતુર્માસ પર્વમાં અનોખી મૌન શિબિર યોજવા બદલ સર્ટિફિકેટ અને મેડલ અર્પણ કરી બહુમાન કરાયું હતું. તાજેતરમાં સિદ્ધવડ તીર્થમા ચોમાસા દરમિયાન 1100થી વધુ સાધકોએ 50 દિવસના આદ્યાત્મિક આરાધના સાથે મૌનવ્રતનું પાલન કર્યું હતું અને આ કાળમાં તેમણે મોબાઈલ ફોનનો પણ ત્યાગ કર્યો હતો.આ મૌનવ્રત ચાતુર્માસને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ ચાતુર્માસ પર્વ અને શિબિરના લાભાર્થી શ્રી પંકજભાઈ શાહનો પરિવાર હતો.

સિદ્ધવડ તીર્થમાં ૯ જુલાઈથી 27 ઓગસ્ટ સુધી નિજમાં નિવાસ ચાતુર્માસ યોજાયો હતો જેમાં 1100 આરાધકોએ રોજ સરેરાશ 22 કલાકનુ મૌન પાળ્યું હતું.
બીજા શબ્દોમાં કહીએ તો આરાધકોએ 50 દિવસમાં કુલ 12 લાખ દસ હજાર કલાકનુ મૌન પાળ્યું હતું. દિવસમાં ગણતરી કરીએ તો કુલ 50,416 દિવસ એ મૌન રહ્યા હતા અને જો મિનિટમાં વાત કરીએ તો આ આરાધકોએ 7.26 કરોડ મિનિટ મૌન ધારણ કર્યું હતું. દિવસ દરમિયાન વ્યક્તિ સરેરાશ 15 હજાર શબ્દો બોલે છે. આમ સાધકોએ અંદાજે 83 કરોડથી વધુ શબ્દોને આ 50 દિવસ દરમિયાન વિરામ આપ્યો હતો.

ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે એકસાથે એક જ સમયે મૌનવ્રત ધારણ કરનાર મોટામોટા સમુહના વર્ગમાં ધ્યાનમાં લઈ આ એવોર્ડ એનાયત કર્યો હતો.

તપો ગગન ચંદ્રમાં આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી હેમવલ્લભ સૂરિશ્વરજી મહારાજા, પન્યાસ લબ્ધિવલ્લભ વિજયજી મહારાજ, પન્યાસ યશરત્ન વિજયજી મહારાજની પરમ પુનિત નીશ્રામાં આ અજોડ ચૌમાસિક આરાધનાનું આયોજન નિર્વિઘ્ને સફળતાપૂર્વક પાર પડ્યું હતું.

શ્રમણીગણનાયક આચાર્ય ભગવંત રશ્મિરત્ન સૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય પન્યાસજી ભગવંત પૂજ્ય શ્રી લબ્ધિવલ્લભ વિજયજી મહારાજા તથા પન્યાસજી પૂજ્ય શ્રી યશરત્ન વિજયજી મહારાજા તથા ૨૦૦થી અધિક શ્રમણ-શ્રમણી ભગવંતોની પવિત્ર નિશ્રામાં મોક્ષમાળા આરોહણ અનુષ્ઠાન ઉજવાયું હતું.

યજમાન ચંદન-પરિવારે માળા આરોહણ પ્રસંગે છ હજારથી અધિક સાધર્મિકોની ભાવપૂર્વક સાધર્મિક ભક્તિ કરી હતી.

મોક્ષમાળ અવસર ઉપરાંત 23 નવેમ્બરે સુક્ષ્મ તત્વ વિવેચક પ.પૂ.પન્યાસ શ્રી લબ્ધિવલ્લભ વિજયજી મહારાજને આચાર્યપદ અત્યંત ભવોલ્લાસપૂર્વક લગભગ ૨૦૦થી અધિક સાધુ-સાધ્વીની નીશ્રામાં પ્રદાન કરાયું હતું. પ.પૂ. આચાર્ય શ્રી રશ્મીરત્ન સૂરિશ્વરજી મહારાજાને વરદ હસ્તે આચાર્યપદ પ્રદાનની વિધિ પાર પડી હતી.

આ પ્રંસંગે આચાર્ય શ્રી રશ્મીરત્ન સૂરિશ્વરજી મહારાજાએ કહ્યું હતું કે વર્ષો પૂર્વે અમારા આરાધ્ય શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી મહારાજા)ને પાલિતાણામાં આચાર્યપદવી પ્રાપ્ત થઈ એ પછી સિદ્ધવડ તીર્થના ઈતિહાસમાં પ્રથમવાર આચાર્યપદવી પ્રદાન થઈ છે.

આ ઉપરાંત સિદ્ધવડમાં 27 નવેમ્બરે મુ. વિરતિબેનની દીક્ષા થવાની છે. જ્યારે 30 નવેમ્બરે મુ.ચારિત્ર, દીપિકા અને શાશ્વત દીક્ષાગ્રહણ કરશે. પાંચ ડિસેમ્બરે વધુ ત્રણ દીક્ષા થશે અને એ બાદ એ જ દિવસે પ્રેમ-ભુવનભાનુ પરિસરમાં 108 શિલાન્યાસનો કાર્યક્રમ પાર પડશે. સાત ડિસેમ્બરના પાલિતાણાની અંકિબાઈ ધર્મશાળામાં ત્રણ દીક્ષા થશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!