મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઋષભાયન ૦૨ના ઉદ્ઘાટનમાં હાજરી આપી અને ઋષભાયન પુસ્તકનું વિમોચન કર્યું

મુંબઈ: ત્રણ દિવસીય ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઋષભાયન ૦૨નું ઉદ્ઘાટન બોરીવલી પશ્ચિમ સ્થિત કોરા કેન્દ્ર ખાતે મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં થયું. માનવજાતિના જનક અને ભારતીય સંસ્કૃતિના આદ્ય પ્રણેતા ભગવાન ઋષભદેવને સમર્પિત આ કાર્યક્રમમાં ભાગ લેવાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો.
સભાને સંબોધતાં શ્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ઋષભાયન કાર્યક્રમ ભગવાન ઋષભદેવ દ્વારા દર્શાવેલી જીવનપદ્ધતિને સુંદર રીતે રજૂ કરે છે અને ભારતીય સાહિત્ય, કલા તથા સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાનું ઊંડું દર્શન કરાવે છે. તેમણે કહ્યું કે ઋષભાયન પુસ્તકનું વિમોચન આધુનિક સમાજ માટે પણ શાશ્વત મૂલ્યો પ્રસ્તુત કરે છે.
કાર્યક્રમની શરૂઆત જૈન ગચ્છાધિપતિ પૂજ્ય યશવર્મસૂરીજી મહારાજના આશીર્વચનથી થઈ. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે ધર્મ પરિષદનું ઉદ્ઘાટન કર્યું, જેમાં અનેક સંતોએ રાજા ઋષભદેવના જીવન, દર્શન અને વિચારધારાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. તેમાં ખાસ કરીને પૂજ્ય કોઠારી શ્રી ધર્માનંદ સ્વામી મહારાજ, દંડી સ્વામી જિતેન્દ્ર સરસ્વતી મહારાજ, પૂજ્ય મહંત દયાલપુરી મહારાજ, શાંતિગિરી મહારાજ, ગુરુ માઉલી દિંડોરી સહિત અનેક સાધુ-સંતોએ ભાગ લીધો.
આ પ્રસંગે વિવિધ ધર્મોના પૂજનીય સંતો અને આધ્યાત્મિક નેતાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં આચાર્ય નયન પદ્મસાગર મહારાજ, આચાર્ય લોકેશ મુનિજી મહારાજ, દંડી સ્વામી પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્ર આનંદ સરસ્વતીજી, શીખ સમુદાયના પૂજ્ય જ્ઞાની શ્રી રામસિંહજી રાઠોડ (ગુજરાત ઇન્ચાર્જ), સંત શિરોમણી શ્રી દિવ્ય પ્રકાશ દાસ જી, પીઠાધીશ્વર અવધૂત બાબા અરુણ ગિરીજી મહારાજ, મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્ર નામગિરીજી મહારાજ, પંઢરપુરના સ્વામી દેવવ્રત જી, સ્વામી ભારતાનંદ જી, પરમ પૂજનીય સ્વરૂપાન જી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી કોઠારી સ્વામી જી, બોધિસત્વ સંત મહારાજ તથા અન્ય અનેક સંતો સામેલ રહ્યા.
મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ અવસરે જૈન આચાર્ય શ્રી યશવર્મસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય ભગવંત શ્રી નયન પદ્મસાગર જી દ્વારા તેમનો સન્માન કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, સ્થાનિક ધારાસભ્ય શ્રી સંજય ઉપાધ્યાય, દહિસરના ધારાસભ્ય શ્રીમતી મનીષા તાઈ ચૌધરી, શ્રી ગોપાલ શેટ્ટી સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા.
આ ભવ્ય કાર્યક્રમને લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ દોશી, શ્રી પ્રવીણભાઈ જૈન અને શ્રી કૃષ્ણા રાણા દ્વારા આકાર આપવામાં આવ્યો. મલ્ટિગ્રાફિક્સના શ્રી મુકેશભાઈ જૈન તથા સમાજસેવક શ્રી સુનીલ લોઢાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. પરિષદને જૈન તત્વચિંતક શ્રી કુમારપાલભાઈ દેસાઈ, ડૉ. સરયુ દોશી, પ્રખ્યાત પુરાતત્વવિદ ડૉ. અરવિંદ જામખેડકર અને ડૉ. સેજલ શાહનું માર્ગદર્શન પ્રાપ્ત થયું.
આ કાર્યક્રમને શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન તેમજ ભારતભરના અનેક જૈન સંઘોનો સહયોગ મળ્યો. મુંબઈ જૈન સંઘ સંગઠનના ઉપક્રમે મુંબઈ, નવિ મુંબઈ, રાળપટ્ટી સહિતના સંઘોના પ્રતિનિધિઓ દ્વારા ૧,૧૧૧ ગ્રંથોનું ઐતિહાસિક વિમોચન કરવામાં આવ્યું.
ઋષભાયન કાર્યક્રમ સાથે-સાથે સર્વધર્મ સમૂહ દ્વારા એક ભવ્ય ઐતિહાસિક અને ધાર્મિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને તેનું અવલોકન કર્યું અને કહ્યું કે આવા પ્રયાસો યુવા પેઢીને ભારતની સંસ્કૃતિક મૂળ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બોરીવલી પશ્ચિમ સ્થિત કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નં. ૪ ખાતે યોજાઈ રહેલો આ ત્રણ દિવસીય કાર્યક્રમ આગામી દિવસોમાં પણ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે ચાલુ રહેશે. આયોજકોના જણાવ્યા મુજબ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના મંત્રી શ્રી ચંદ્રકાંત દાદા પાટીલ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત અનેક નેતાઓ, સંતો અને આચાર્યો હાજરી આપશે.
. ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું.


