દેશ
ભારતે HAL ને આપ્યો 120 તેજસ Mk2 ફાઇટર જેટ્સનો ઓર્ડર, IAF ના બેડામાં ક્યારે થશે સામેલ ? સામે આવી પુરેપુરી ડિટેલ્સ

Tejas Mk2 Fighter Jet: ભારતીય વાયુસેના આગામી વર્ષોમાં તેના જૂના ફાઇટર પ્લેનને દૂર કરવા જઈ રહી છે. તેમાં રશિયાના MiG-29, ફ્રાન્સના મિરાજ-2000 અને એંગ્લો-ફ્રેન્ચ જગુઆરનો સમાવેશ થાય છે
Tejas Mk2 Fighter Jet: દેશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે લગભગ 120 તેજસ Mk2 ફાઇટર જેટનો મેગા ડીલ કર્યો છે. આ વિમાનોના સમાવેશથી ભારતીય વાયુસેના (IAF)નો કાફલો વધુ શક્તિશાળી બનશે. HAL એ સ્પષ્ટતા કરી છે કે કંપની દર વર્ષે 30 ફાઇટર જેટ વાયુસેનાને સોંપશે, જેથી જૂના MiG-29, Mirage-2000 અને Jaguar વિમાનોને સમયસર બદલી શકાય. એવો અંદાજ છે કે ભારતીય વાયુસેના (IAF)નો અંતિમ ઓર્ડર 200 થી વધુ વિમાનોનો હોઈ શકે છે. આ પગલું ભારતના લશ્કરી આધુનિકીકરણ અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મોટી સિદ્ધિ છે.




