Breaking newsFinanceMutual fund
Trending

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ઇતિહાસ રચ્યો, ભારતની મહિલા સંચાલિત પ્રથમ એએમસીએ ચાર એક્ટિવ ફંડ્સ એનએફઓ કામગીરીનો પ્રારંભ કર્યો

વૃદ્ધિ, સ્થિરતા અને તરલતા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ફ્લેક્સી કેપ ફંડ, આર્બિટ્રેજ ફંડ, એથિકલ થિમેટિક ફંડ અને લિક્વિડ ફંડ લોન્ચ કર્યા – ઓએનડીસી નેટવર્ક પર શરૂઆત કરનારા પહેલા એનએફઓ

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ઇતિહાસ રચ્યો, ભારતની મહિલા સંચાલિત પ્રથમ એએમસીએ ચાર એક્ટિવ ફંડ્સ એનએફઓ કામગીરીનો પ્રારંભ કર્યો

વૃદ્ધિ, સ્થિરતા અને તરલતા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ફ્લેક્સી કેપ ફંડ, આર્બિટ્રેજ ફંડ, એથિકલ થિમેટિક ફંડ અને લિક્વિડ ફંડ લોન્ચ કર્યા – ઓએનડીસી નેટવર્ક પર શરૂઆત કરનારા પહેલા એનએફઓ

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2025 – પેન્ટોમેથ ગ્રુપની કંપની ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડે આજે ઇતિહાસ રચ્યો હતો. ચાર એક્ટિવ ફંડ્સ ન્યૂ ફંડ ઓફર્સ (એનએફઓ) સાથે તેની કામગીરીનો પ્રારંભ કરીને તે ભારતની મહિલા સંચાલિત પ્રથમ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) બની છે.

વધુ એક સીમાચિહ્ન હાંસલ કરતા એએમસી ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) પર તેના એનએફઓ લોન્ચ કરનારી દેશની પહેલી કંપની બની છે અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને સુલભ તથા સરળ બનાવવાના તેના મિશનને આગળ ધપાવ્યું છે. આ સાથે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ ચાર એક્ટિવ કેટેગરી ફંડ્સ સાથે શરૂઆત કરનારું પહેલું મ્યુચ્યુઅલ ફંડ બન્યું છે જે સીઈઓ, સીઆઈઓ-ઇક્વિટી અને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે મહિલા નેતૃત્વનું અનોખું મિશ્રણ રજૂ કરે છે.

ચાર ફંડ્સ જેમાં ધ વેલ્થ કંપની ફ્લેક્સી કેપ ફંડ, ધ વેલ્થ કંપની આર્બિટ્રેજ ફંડ, ધ વેલ્થ કંપની એથિકલ ફંડ અને ધ વેલ્થ કંપની લિક્વિડ ફંડ વૃદ્ધિ, સ્થિરતા, નૈતિકતા અને તરલતામાં રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે. સાથે મળીને તે એક વ્યાપક શરૂઆત કરે છે જે સંસ્થાકીય ધોરણના અનુપાલન, સાયન્ટિફિક રિસ્ક ફ્રેમવર્ક્સ અને ડિસ્ટ્રીબ્યુટર-ફર્સ્ટ ઇકોસિસ્ટમનું મિશ્રણ કરે છે.

આ પૈકી ધ વેલ્થ કંપની એથિકલ ફંડ એથિકલ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ તરીકે અલગ તરી આવે છે. આ સ્કીમ શુદ્ધતા, કરૂણા અને અહિંસાના હરહંમેશના સાત્વિક સિદ્ધાંતો પર બનેલી છે. તેની મૂલ્ય-પ્રથમ ફિલોસોફીને સંલગ્ન રહેતા ફંડ આલ્કોહોલ, તમાકુ, જુગાર, નાર્કોટિક્સ, ચામડું, માંસ અને પોલ્ટ્રી, જંતુનાશકો જેવા ઉદ્યોગો તથા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દર્શાવતી કોઈપણ કંપનીને બાકાત રાખે છે. આ પરિમાણો કેવળ ફિલ્ટર્સ જ નથી પરંતુ સાત્વિક પ્રકારે રોકાણનો પાયો છે જ્યાં ધર્મ અને ધન સંતુલિતપણે અસ્તિત્વ ધરાવે છે.

એનએફઓ 24 સપ્ટેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્સન માટે ખૂલે છે અને 8 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થાય છે. રોકાણકારો રૂ. 1,000ની લઘુતમ અરજી રકમ તથા રૂ. 250ના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) સાથે તેમની સંપત્તિની સફર શરૂ કરી શકે છે.

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડના સ્થાપક, એમડી અને સીઈઓ સુશ્રી મધુ લુણાવતે જણાવ્યું હતું કે અમે સ્પષ્ટતા અને દ્રઢતા પર નિર્મિત મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે નવું ઉદાહરણ રજૂ કરી રહ્યા છીએ. ગહન, સંસ્થાકીય ધોરણના અનુપાલન સાથે પ્રોપરાઇટરી રિસ્ક ફ્રેમવર્કને જોડીને અમારો ઉદ્દેશ્ય રોકાણકારોને એવી વ્યૂહરચનાઓ સાથે સશક્ત કરવાનો છે જે તેમના જીવન અને સંપત્તિના લક્ષ્યાંકો સાથે સાચા અર્થમાં જોડાતી હોય – ચાહે તે લાંબા ગાળાની વૃદ્ધિ હોય કે મૂડીની સ્થિરતા, નૈતિકપણે રોકાણ કે વ્યૂહાત્મક પ્રવાહિતા હોય. અમે આ રીતે સંપત્તિ સર્જનની નવેસરથી વ્યાખ્યા કરીએ છીએ. અમે દરેક રોકાણ અર્થપૂર્ણ, પારદર્શક અને વૃદ્ધિ પામે તે પ્રકારનું હોય તે સુનિશ્ચિત કરીએ છીએ. અમારી ઓફરિંગ્સ અમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર (એમએફડી) પાર્ટનર્સ માટે એક શક્તિશાળી ટૂલકીટ છે. દરેક ફંડ જોખમોથી બચવા માંગતા નિવૃત્ત લોકોથી માંડીને મૂલ્ય ઇચ્છતા આવતી પેઢીના રોકાણકારોની ચોક્કસ જરૂરિયાતના નિરાકરણ માટે તૈયાર કરવામાં આવેલું વ્યૂહાત્મક ટૂલ છે. સંસ્થાકીય ગુણવત્તા સંશોધનને સરળ, ડિસ્ટ્રીબ્યુટર-ફર્સ્ટ પ્રોસેસીસ સાથે જોડીને અમે એમએફડી પાર્ટનર્સને મજબૂત અમલીકરણ તથા પારદર્શક સેવાઓ આપવા સાથે સશક્ત કરી રહ્યા છીએ.

પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડ વ્યૂહરચનાઓ જે બેલેન્સ-શીટ વિશ્લેષણ સુધી જ સીમિત રહે છે તેનાથી વિપરીત ધ વેલ્થ કંપની ખાનગી ઇક્વિટી-સ્ટાઇલ ડિલિજન્સનો ઉપયોગ કરે છે. તે જોખમોને વહેલા ઓળખવા માટે ફોરેન્સિક અને કાનૂની તપાસ સાથે ઊંડે સુધી ઉતરે છે અને ડાયનેમિક ડેશબોર્ડ્સ દ્વારા સતત દેખરેખ રાખે છે જે સમયસર હસ્તક્ષેપ અને નુકસાન અટકાવવા સક્ષમ બનાવે છે. આ અભિગમ રોકાણકારોને સક્રિય દેખરેખ, વધુ સારા રિસ્ક મેનેજમેન્ટ અને લાંબા ગાળાના સંપત્તિ નિર્માણમાં વધુ વિશ્વાસનો લાભ મેળવવામાં મદદ કરે છે.

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ-ઇક્વિટી સુશ્રી અપર્ણા શંકરે જણાવ્યું હતું કે અમારા રોકાણનો ફાયદો શિસ્ત અને ચપળતાના મિશ્રણમાં રહેલો છે. ફ્લેક્સી કેપ ફંડની ચપળ મૂડી ફાળવણી હોય કે પછી એથિકલ ફંડનું હાઇ-કન્વિક્શન, એક્સક્લુઝન આધારિત સ્ક્રીન હોય, દરેક વ્યૂહરચના ઊંડા મૂળભૂત સંશોધન અને રોકાણકારોની મૂડીને સુરક્ષિત રાખવા અને વધારવા માટે સતત મોનિટરિંગના મજબૂત પાયા પર બનેલી છે.

આ ઉપરાંત ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ-ડેટ શ્રી ઉમેશ શર્માએ જણાવ્યું હતું કે વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડમાં અમે માનીએ છીએ કે આદર્શ ફિક્સ્ડ-ઇન્કમ ઓફરિંગનો આધાર સ્પષ્ટતા, સુસંગતતા અને અનુમાનક્ષમતા છે. રોકાણકારો માટે આનો અર્થ એ છે કે દરેક ફંડની ફિલોસોફી અને અભિગમની સ્પષ્ટ સમજણ મળે છે, જે સમય જતાં સતત લાગુ કરવામાં આવે છે, જેનાથી સરપ્રાઇઝનું તત્વ ઘટે છે અને આત્મવિશ્વાસ વધે છે. અમારી ફિક્સ્ડ ઇન્કમ વ્યૂહરચના ત્રણ માર્ગદર્શક થીમ્સની આસપાસ બનાવવામાં આવી છે: સ્થિરતા, ઉપાર્જન અને એક્ટિવ મેનેજમેન્ટ. દરેક પોર્ટફોલિયો આ સિદ્ધાંતોમાંથી એકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જે ખાતરી કરે છે કે રોકાણકારો તેમના સરપ્લસ અને ફાળવણીને તેમના નાણાંકીય લક્ષ્યો સાથે જોડી શકે છે. અમે દરેક ફંડના લેબલને વળગી રહેવા માટે પ્રતિબદ્ધ છીએ અને નિયમનકારી માર્ગદર્શિકાનું અક્ષરશઃ પાલન કરીએ છીએ. અમારો અંતિમ ઉદ્દેશ્ય કામગીરીથી આગળ વધીને એસેટ મેનેજમેન્ટમાં સૌથી મૂલ્યવાન સંપત્તિ એવા અમારા રોકાણકારોના વિશ્વાસનું નિર્માણ કરવાનો અને તેને ટકાવી રાખવાનો છે.

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ એ એવી પહેલી એસેટ મેનેજમેન્ટ કંપની છે જેણે સાયબ્રિલા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) નેટવર્ક પર તેની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) લોન્ચ કરી છે, જે રોકાણકારોના વિશાળ આધાર માટે મ્યુચ્યુઅલ ફંડ વિતરણને સરળ અને વધુ સુલભ બનાવે છે.

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ તેના વિકાસ મોડેલના મૂળમાં ડિસ્ટ્રીબ્યુટર્સ અને એડવાઇઝર્સ સાથે બનાવવામાં આવ્યું છે. 110થી વધુ શહેરો અને 450થી વધુ ફ્રેન્ચાઇઝ ભાગીદારોમાં ફેલાયેલા નેટવર્ક સાથે, એએમસી ડિસ્ટ્ર્બ્યુટર્સને સશક્ત બનાવવા માટે તાલીમ, ડિજિટલ ઓન-બોર્ડિંગ અને સરળ પ્રક્રિયાઓમાં રોકાણ કરી રહી છે.

The Wealth Company Flexi Cap Product Labelling:

The Wealth Company Arbitrage Fund Product Labelling:

The Wealth Company Ethical Fund Product Labelling:

The Wealth Company Liquid Fund Product Labelling:

Disclaimer: Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully
The information herein is meant only for general reading purposes and the views being expressed only constitute opinions and therefore cannot be considered as guidelines, recommendations or as a professional guide for the readers. Certain factual and statistical information (historical as well as projected) pertaining to industry and markets have been obtained from independent third-party sources, which are deemed to be reliable. It may be noted that since The Wealth Company has not independently verified the accuracy or authenticity of such information or data, or for that matter the reasonableness of the assumptions upon which such data and information has been processed or arrived at, The Wealth Company does not in any manner assure the accuracy or authenticity of such data and information. Some of the statements or assertions contained in these materials may reflect The Wealth Company’s views or opinions, which in turn may have been formed on the basis of such data or information. Before making any investments, the readers are advised to contact their mutual fund distributor and verify the contents in order to arrive at an informed investment decision. None of the Sponsors, the Investment Manager, the Trustee, their respective directors, employees, associates or representatives shall be liable in any way for any direct, indirect, special, incidental, consequential, punitive or exemplary damages, including on account of lost profits arising from the information contained in this material.
About The Wealth Company:

The Wealth Company is the asset management arm of Pantomath Group, a prominent financial institution widely accredited for its discovery-led investing and capital markets expertise. With ~₹10,000 crores of client assets under the group’s purview, The Wealth Company manages high-integrity investment products across asset classes — built for performance, grounded in process, and led by purpose

Founded by Madhu Lunawat, the first woman to establish and setup a Mutual Fund house in India, also the Co-founder of Pantomath Group. The Wealth Company reflects a strong investment-first philosophy, underpinned by deep due diligence and disciplined execution. Built on a foundation of deep research and high-conviction investing, The Wealth Company believes in creating value through clarity, discipline, and intelligent product design. This approach is backed by a track record of identifying hidden potential and converting it into real value for investors.

Headquartered at Pantomath Nucleus House, Saki Vihar Road, Andheri East, Mumbai – 400072, The Wealth Company has also received SEBI final approval to operate as an Asset Management Company under the SEBI (Mutual Funds) Regulations, 1996. on 18th July 2025.

The Wealth Company also manages multiple category II AIFs schemes named India Inflection Opportunity Fund, Bharat Value Fund and Bharat Bhoomi Fund.

The Wealth Company’s Board of Directors comprises seasoned professionals with diverse expertise, offering robust governance and strategic direction.

As a signatory to the United Nations Principles for Responsible Investment (UN PRI), The Wealth Company is committed to integrating Environmental, Social, and Governance (ESG) principles into its investment approach—underscoring its belief that conscious investing drives enduring value.

For more information, please visit: www.wealthcompany.in

Media Contact:
The Wealth Company Adfactors PR
Ashish Dwivedi
Ashish.dwivedi@pantomathgroup.com
8830382648 Priyanka Kanawat
priyanka.kanawat@adfactorspr.com
8003814111

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!