IIM સંબલપુરે NIRF 2025માં 16 રેન્કની લાંબી છલાંગ લગાવી* *IIM સંબલપુર મેનેજમેન્ટ શ્રેણીમાં ભારતની ટોચની 35 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશી*

IM સંબલપુરે NIRF 2025માં છલાંગ લગાવી છે, જે તેની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની સૌથી મોટી છલાંગ પૈકીની એક છે. IIM સંબલપુરે નવીનતમ મૂલ્યાંકનમાં 34મો ક્રમ મેળવીને તેની શ્રેષ્ઠતા દર્શાવી છે. આ સિદ્ધિ ઉચ્ચ શિક્ષણમાં નવીનતા, પ્રમાણિકતા, સમાવેશકતા અને સમાન તકોને પ્રોત્સાહન આપવામાં IIM સંબલપુરના ગતિશીલ નેતૃત્વને દર્શાવે છે. સંસ્થાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન શૈક્ષણિક વિશિષ્ટતા, નવીનતા અને સામાજિક પ્રભાવ પ્રત્યે તેની ઝડપી પ્રગતિ અને સમર્પણને રેખાંકિત કરે છે. NIRF શૈક્ષણિક સંસ્થાઓના મૂલ્યાંકન અને રેન્કિંગ માટે પ્રમાણિત અને પારદર્શક અભિગમ પ્રદાન કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. NIRF રેન્કિંગ એકંદર મૂલ્યાંકનમાં તેમના મહત્વને ધ્યાનમાં લેવા માટે ફાળવવામાં આવેલા ચોક્કસ ભારાંક સાથે પરિમાણોના વ્યાપક સમૂહનો ઉપયોગ કરે છે.
IIM સંબલપુર શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીન નેતૃત્વના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે તેના રેન્કિંગને અસર કરતા મહત્વપૂર્ણ પરિબળોને વધારવામાં નોંધપાત્ર પ્રગતિને દર્શાવે છે. સંસ્થાએ ભણાવવામાં, શિખવામાં અને સંસાધનો (TLR)માં ઝડપી વધારો નોંધાવ્યો છે, જે ફેકલ્ટીનું સંખ્યાબળ, અધ્યાપનની પદ્ધતિ અને શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો દર્શાવે છે. વધુમાં, સંશોધન અને વ્યાવસાયિક પ્રેક્ટિસ (RPC)માં વધારો અસરકારક સંશોધન અને પ્રકાશનો પર વધતા ભારને દર્શાવે છે. ગ્રેજ્યુએશનના પરિણામો (GO) અને પર્સેપ્શન (PR)માં સકારાત્મક આગેકૂચ પણ વધેલી રોજગારક્ષમતા, શૈક્ષણિક સ્થિતિ અને સામાજિક યોગદાનને દર્શાવે છે. આ પ્રગતિઓ IIM સંબલપુરને એક અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે સ્થાપિત કરે છે, જે તેના વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણી, નવીનતા અને નૈતિક નેતૃત્વને પ્રોત્સાહન આપે છે.
IIM સંબલપુરના ડિરેક્ટર પ્રો. મહાદેવ જયસ્વાલે જણાવ્યું હતું કે, “અનુકરણીય પ્રયાસો માટે હું IIM સંબલપુરની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન આપું છું, તેમજ સફળતા પ્રાપ્ત કરવા અને વધુ ઊંચાઈઓ તરફ અમારી સફરને આગળ ધપાવવા બદલ હું ઘણો જ રોમાંચિત છું. IIM સંબલપુરે નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025 રેન્કિંગમાં 16 સ્થાન આગળ વધીને નવીનતમ મૂલ્યાંકનમાં 34મું સ્થાન પ્રાપ્ત કરીને તેની શ્રેષ્ઠતાને ફરીથી સ્થાપિત કરી છે. આ વર્ષે, IIM સંબલપુરે સત્તાવાર રીતે તેની વૈશ્વિક માન્યતાની સફર શરૂ કરી છે, જેમાં શરૂઆત શીખવાની પદ્ધતિમાં AIના સહયોગ અને AACSB માન્યતા પ્રક્રિયાના આરંભ સાથે થઈ છે, જે વ્યવસાય શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો માપદંડ છે. સંસ્થાનો લક્ષ્યાંક ‘ટ્રિપલ ક્રાઉન’ દરજ્જો મેળવવાનો છે, જે વિશ્વભરમાં 1% કરતા ઓછી બિઝનેસ સ્કૂલ દ્વારા મેળવેલી એક દુર્લભ સિદ્ધિ છે અને મને એ કહેતાં ગર્વ થાય છે કે IIM સંબલપુર શૈક્ષણિક શ્રેષ્ઠતા, વૈશ્વિક સહયોગ, ઉદ્યોગો સાથેની ભાગીદારી અને સમાવેશકતાના સંદર્ભમાં ઝડપથી વિકાસ પામતું IIM બન્યું છે, આ સાથે જ તે નવીનતા, સત્યનિષ્ઠા અને સમાવેશકતાના આપણા મુખ્ય મૂલ્યો સાથે મજબૂત રીતે વળગી રહ્યું છે. ટકાઉપણા પ્રત્યેની તેની મજબૂત પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, IIM સંબલપુરે કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાર્યમેન્ટ એન્ડ વોટર (CEEW) અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના સહયોગથી આર્થિક પરિવર્તન તરફની ઓડિશાની સફરમાં કેન્દ્ર સ્થાન મેળવ્યું છે. સંસ્થાએ MBA પ્રોગ્રામમાં મહિલા વિદ્યાર્થીઓની નોંધણી સાથે સમાવિષ્ટ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી છે.



